મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓએ એક દિવસનો પગાર રૂ. 2.68 લાખ સીએમ ફંડમાં આપ્યો

- text


 

મોરબી : કોરોનાની મહામારી સામે લડવા માટે સીએમ રાહતનિધિ ફંડમાં અનુદાનનો ધોધ અવિરત પણે વર્ષી રહ્યો છે. ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર તેમજ કાયમી કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર રૂ. 2,68,930 રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે જઈને રૂબરૂ એડિશનલ કલેકટર ચૌધરીને સીએમ ફંડ માટે અર્પણ કર્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાલિકાના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર ભૂકંપ, વાવાઝોડા જેવી આફતો વખતે આપેલ છે. તેમજ પાંજરાપોળ તથા વિદ્યુત સ્મશાન માટે પણ પોતાનો પગાર આપી માનવતા દાખવવામાં આવી છે.

- text