મોરબી : નિઝામુદિનની ઘટનાને પગલે ધાર્મિક, સામાજિક સહિત તમામ જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

- text


હાઈકોર્ટેની સૂચનાને પગલે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રિસિદ્ધ કર્યું

મોરબી : લોકડાઉન વચ્ચે દિલ્હીના નિઝામૂદિનની ગંભીર ઘટનાને પગલે કેન્દ્ર, રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર એલર્ટ બની ગયું છે. ત્યારે કોરોના વાયરસથી લોકોને સુરક્ષિત રાખવા માટે મોરબી જિલ્લા કલેકટરે હાઇકોર્ટેની સૂચનાને પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ધાર્મિક, સામાજિક સહિત તમામ જાહેર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે જાહેરનામામાં જણાવ્યું હતું કે કોરોના વાયરસને લઈને હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તેથી, લોકોને આવશ્યક સેવા સિવાય ઘરમાંથી બહાર નીકળવાની સ્પષ્ટ મનાઈ છે. ત્યારે તાજેતરમાં નવી દિલ્હી ખાતે એકત્રિત થયેલા તબ્લીગી જમાતના અનુયાયીઓ પૈકી કેટલાક અનુયાયીઓને કોરોના સંક્રમિત થયાની શંકાને પગલે આ ગંભીર મામલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ થઈ હતી.

- text

તેથી, હાઈકોર્ટે તરફથી સૂચના આપવામાં આવી છે કે કોરોના વાયરસથી લોકોને સુરક્ષિત રાખવા માટે રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સમેલન, મેળાવડા, લોકમેળા, સામાજિક, ધાર્મિક કે અન્ય કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમો ન કરવાની તાકીદ કરાઈ છે. તેથી, જિલ્લા કલેકટરે આ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના લોકોને આવા કોઈ કાર્યક્રમો ન કરવાની તાકીદ કરી છે અને હાઇકોર્ટેની સૂચનાનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમ છતાં પણ આવા કાર્યક્રમો કર્યાનું ધ્યાને આવશે તો જવાબદારો સામે આઈપીસી એક્ટ કલમ 188 અને એપેડીકસ ડીસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text