મોરબીની ઓરેવા ટાઉનશીપ બહારના તમામ લોકો માટે બંધ કરાઈ

- text


મોરબી : કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે મોરબીની ઘણી સોસાયટીઓએ પોતાની સોસસિટીઓને સ્વેચ્છાએ લોકડાઉન કરી છે. જેમાં ઓરેવા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે બનાવેલી ઓરેવા ટાઉનશીપ પણ રહેવાસીઓએ લોકડાઉન કરી છે. આથી બહારથી કોઈ પણ વ્યક્તિ ખાસ કામ સિવાય અને મંજૂરી વગર અંદર નહીં પ્રવેશી શકે અને અંદરના રહેવાસીઓ ખાસ કામ વગર બહાર નહીં નીકળી શકે.

- text

આ માટે ટાઉનશીપ તરફથી એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુ લેવા સિવાય કોઈ વ્યક્તિ ટાઉનશીપની બહાર નહીં નીકળી શકે અને બહારથી કોઈ ગેસ્ટ અંદર નહીં પ્રવેશી શકે. ટાઉનશીપના ગ્રાઉન્ડમાં લોકોને એકઠા થઇ બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈ કામવાળાઓ, ડિલિવરી બોય, છાપાના ફેરિયા, દૂધવાળા સહિત કોઈને ગેટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. ન્યૂઝ પેપર મંગાવવા પર રોક લગાવવામાં આવી છે. ધોબી કે લોન્ડ્રી મેનને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં એમ મેનેજમેન્ટની એક યાદીમાં જાહેર કરાયું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text