મોરબી જિલ્લાના સરપંચો-તલાટી મંત્રીઓને પોતાના ગામોમાં લોકડાઉનનો કડક અમલ કરાવવાની અપીલ

- text


ગામના એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટના ગુજરાતના જનરલ સેક્રેટરીની ભાવવાહી અપીલ

મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટના જનરલ સેક્રેટરીની કે.ડી.બાવરવાએ મોરબી જિલ્લા સહિત ગુજરાતના તમામ ગામના સરપંચ તેમજ તલાટી મંત્રીઓને એક ભાવવાહી અપીલ કરતા જણાવ્યું છે કે, આપ આપના ગામના ખાસ જવાબદાર વ્યક્તિ છો. આપના ગામમાં રાજકોટ, સુરત, મુંબઇ, અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી અસંખ્ય પરિવારો પોતાના વતનમાં આવી ખુબ હરખઘેલા થઈ શેરી-પાદરે ડાયરા કરવા લાગ્યા છે. મોટા સમુહમાં ભેગા થઈને વાડીઓમાં ભોજનના પ્રોગ્રામ કરવા લાગ્યા છે. ગામમાં યુવાનો સાથે ભેગા થઈને વોલીબોલ, ક્રિકેટ જેવી રમતો રમતા અને ચારથી વધુ લોકો ભેગા થઈ કાયદાનો ભંગ કરી રહ્યા છે. આ આપના ગામ માટે ખતરા સમાન છે. કારણકે શહેરમાંથી આવનાર કદાચ પોતાની સાથે કોરોનાના વાઇરસ પણ લઈને આવ્યા હોય એવી આશંકા રહેલી છે. જો કે સ્વયં તેનાથી અજાણ હોય તેથી બીજા લોકો માટે આ સ્થિતિ ખાસ ખતરા રૂપ છે. આ રીતે શહેરોમાંથી આવતા નાગરિકોના મેળાવડાથી ત્રીજા તબક્કાનો કોરોના પ્રસરે છે. જે અત્યંત ઝડપી ગતિમાં અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.

- text

મોટા શહેરોમાં અન્ય દેશમાંથી આવેલા લોકોને ઘર બહાર ન નીકળવા ફરજ પડાય છે અને તેઓના ઘરના દરવાજે સ્ટીકર મારીને સ્થાનીય લોકોને ઓછામાં ઓછું 14 દિવસ એ ઘરથી દૂર રહેવા માટે તાકીદ કરાઈ રહી છે. આપ આપના ગામ લોકોને મેળાવડા ન કરવા અને ઘરમાં જ રહેવા જાહેરાત કરાવશો અને જરૂર પડે તો ફરજ પણ પાડશો. આપના ગામના લોકોની તંદુરસ્તી આપના હાથમાં છે. આજની કપરી પરિસ્થિતિમાં વડાપ્રધાનની સૂચના અને અપીલ મુજબ આપ પણ મહત્વના નિર્ણય લઈ સાચા શાસક બનો એમ કે.ડી.બાવરવાએ અંતમાં તેની અપીલમાં જણાવ્યું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text