કોરોના ઇફેક્ટ : હળવદના આ ગામમાં સ્વૈચ્છિક રીતે ઠંડા પીણા પર પ્રતિબંધ મૂકયો

- text


રણછોડગઢના ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે ઠંડા પીણા પ્રતિબંધનો નિર્ણય લીધા બાદ ગામના તમામ દુકાનદારોએ આ નિર્ણયનું પાલન કર્યું

હળવદ : હળવદમાં આજે લોકડાઉન વચ્ચે દુકાનદારીઓ કોરોના વાયરસને હંફાવવા માટે સરકારના તમામ નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. જેમાં કોરોના વાઈરસને લઈ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ગ્રામજનો દ્વારા ગામમાં ઠંડા પીણા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેને લઇ દુકાનદારોએ સ્વૈચ્છિક ઠંડા પીણાનો નાશ કરી કોરોનાને હરાવવા સામેની લડત એક થયા છે.

- text

હળવદમાં કોરોનાને હરાવવા માટે આજથી 21 દિવસ માટે શરૂ થયેલા લોકડાઉન વચ્ચે રણછોડગઢ ગામે એક ન્યુઝ આવ્યા છે. જેમાં હળવદના રણછોડગઢ ગામે કોરોનાને હરાવવા માટે ગ્રામજનો દ્વારા ગામમાં ઠંડા પીણા વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આથી, ગામના ઠંડા પીણા વેંચતા તમામ દુકાનદારોએ આ નિર્ણયનું સ્વૈચ્છિક રીતે પાલન કરીને પોતાની દુકાનોમાંથી આઈસ્ક્રીમ સહિતના તમામ ઠંડા પીણાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીને નાશ કરી દીધો હતો. જો કે હળવદના આ એક ગામમાં હજુ સ્વૈચ્છિક પાલનની મુહિમ શરૂ થઈ છે અને હજુ પણ હળવદના આ મુહિમ આગળ વધે અને લોકો તેમજ દુકાનદારો સરકારના કોરોના સામેના નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરીને કોરોનાની હરાવવા એક થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે.

- text