બોલો… 12 મજૂરો રાજકોટ યાર્ડથી ચાલીને રાજસ્થાન વતનમાં ચાલીને જવા રવાના થયા

- text


મજૂરો હાલ ટંકારા નજીક પોહચ્યા

ટંકારા : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા બારેક જેટલા મજૂરો પોતાના વતન રાજસ્થાન જવા માટે કોઈ વાહન ન મળતા પગપાળા ચાલી નીકળ્તા ભારે ચકચાર મચી છે. આ મજૂરો છેક ટંકારાના મિતાણા સુધી પહોંચી જતા લોકડાઉનની ચેકીંગ કાર્યવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

- text

ગત રાત્રીના 12 વાગ્યાથી ચાલુ થયેલા લોકડાઉન વચ્ચે પોલીસ તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની પહેલા અપિલ કરાઈ હતી અને નાગરિકો ન માનતા બાદમાં સખ્ત કાર્યવાહી શરૂ કરાઇ છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા 12 જેટલા રાજસ્થાની મજૂરો પગપાળા રાજકોટથી નીકળીને છેક 30 કિલોમીટર દૂર ટંકારાના મિતાણા સુધી પહોંચી જતા સુરક્ષા ચેકીંગ વિશે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. એક સાથે 12 મજૂરો રાજસ્થાનના બાઢમેર સુધી ચાલીને જવાની હિંમત કઈ રીતે કરી શક્યા હશે એ પણ વિચારવા લાયક બાબત છે.

- text