વાંકાનેર શહેર જનતા કર્ફ્યૂના પગલે સજ્જડ બંધ

- text


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલના ભાગરૂપે જનતા કર્ફ્યુને વાંકાનેરવાસીઓએ જબરદસ્ત સમર્થન આપ્યું

વાંકાનેર : વાંકાનેર શહેર આજે જનતા કર્ફ્યૂના પગલે સજ્જડ બંધ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલના ભાગરૂપે વાંકાનેરવાસીઓએ ઘરોમાં રહીને જનતા કર્ફ્યુને જબરદસ્ત સમર્થન આપ્યું હતું.જીવન જરૂરી અને આરોગ્ય સેવા સિવાય વાંકાનેર આખુ જડબેસલાક બંધ રહ્યું હતું.

- text

વાંકાનેર શહેરમાં આજે સવારથી જ જનતા કર્ફયુને લઈને બજારો ,રસ્તા સુમસામ બન્યા હતા.માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી.એ સિવાય વાંકાનેર આખું જડબેસલાક બંધ રહ્યું હતું.જેમાં વાંકાનેર શહેરની તમામ દુકાનો ,વેપાર ધંધા સજ્જડ બંધ રહ્યા હતા.લોકોએ આપમેળે ઘરમાં રહીને ને જ જનતા કર્ફ્યૂને સમર્થન આપ્યું હતું.વિશ્વભરમા કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે દેશમા અને ગૂજરાતમાં પણ કોરોના વાયરસના કેસો બહાર આવતા સરકાર દોડતી થઇ છે.એક બાજુ તકેદારીના પગલાં લેવામા આવી રહ્યા છે. ત્યારે કોરોના સામેની લડાઈ માટે ઘરબધી એક જ વિકલ્પ એમ જણાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જનતા કરફ્યુ માટે દેશવાસીઓને અપીલ કરી હતી.જેના પગલે વાંકાનેરના તમામ લોકોએ સ્વયંભૂ જનતા કર્ફયુને પ્રચંડ પ્રતિસાદ આપતા ભરચક રહેતા વિસ્તારો સહિત વકાનેરની શેરી ગલીઓમાં જનતા કર્ફયુની ભારે અસર જોવા મળી હતી.દરરોજ મોટી સંખ્યામાં આવતા લોકો વાળા વિસ્તારો અને વાંકાનેરના 24 કલાક ધમધમતા વિસ્તાર સુમસામ જોવા મળ્યા હતા.વાંકાનેરના સેવા સદન, સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટેન્ડ, સ્ટેચ્યુ ચોક, પુલ દરવાજા, મેઈન બજાર, ગ્રીન ચોક તેમજ નેશનલ હાઇવે જેવા ધમધમતા વિસ્તારો ખાલીખમ જોવા મળ્યા હતા.

- text