- text
ટંકારા : વડાપ્રધાન મોદીના જનતા કર્ફયુની અપીલને ટંકારા પંથકમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જનતા કર્ફયુને પગલે ટંકારા પંથક સ્વંયભુ બંધ રહ્યો હતો. ટંકારા પથકમાં લોકોએ સ્વંયભૂ ઘરોમાં જ રહીને જનતા કર્ફયુને પ્રચંડ જનસમર્થન આપ્યું હતું. જ્યારે ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સતત ખડેપગે રહી છે.
વડાપ્રધાન મોદીના જનતા કર્ફયુની અપીલને ટંકારા શહેર અને તમામ ગ્રામવાસીઓએ ઝીલી લઈને કોરોના સામેની લડાઈમાં ઘર બેસીને જબરદસ્ત સમર્થન આપ્યું હતું. ટંકારા શહેર અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આવશ્યક સેવા સિવાય સંપૂર્ણપણે બંધ પાળવામાં આવ્યો હતો. લોકો આજે કોરોના સામેની લડાઈમાં સ્વંયભૂ ઘરોમાં જ કેદ રહ્યા હતા. તેથી, મુખ્ય બજારો, તમામ રસ્તાઓ અને શેરી ગલીઓમાં પણ અભૂતપૂર્વ બંધની અસર જોવા મળી હતી. આ રીતે ટંકારા શહેર અને મોટાભાગના ગામો સ્વંયભુ બંધ રહ્યા હતા. લોકોએ ઘરોમાં બેસી પરિવારો સાથે સમય ગાળીને જનતા કર્ફયુને સમર્થન આપ્યું હતું. જ્યારે ટંકારની બજારો અને તમામ ગામડાઓમાં બંધ દરમિયાન સલામતીના ભાગરૂપે સમગ્ર ટંકારા પોલીસ સ્ટાફ સતત પેટ્રોલીગ સાથે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે.
- text
હડમતીયાના મોરબી અપડેટના પત્રકાર રમેશભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ હડમતિયા ગ્રામજનોએ પાન પાર્લર, ચા-પાણી, શાકભાજી, ખાણી-પીણીની ચીજવસ્તુઓ આજના દિવસે નહી વેચવાના નિર્ણયને સમસ્ત સહર્ષ વધાવી લઈને દેશહિતમાં સંપુર્ણપણે સહકાર આપ્યો છે. જાણે ધોળાદિવસે ગલીઓ, મંદિરો સ્મશાન જેવા સુમશાન બની ગયા છે ફક્ત પશુ-પંખીઓ અને શ્વાનોના જ આવાજ સંભળાય રહ્યા છે. બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે સતત ધમધમતું જોવા મળતું ટંકારાનું હડમતિયા આજે આપી ગુજરાતી કહેવત અનુશાર જાણે “સાપ સુંઘ ગયા ” જેવું જોવા મળી રહ્યું છે.
મોરબી જિલ્લાની કોરોના વાયસરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/
- text