- text
માળીયા (મી.) : માળીયા (મી.)ના પોલીસ સ્ટેશનનો એક માત્ર લેન્ડલાઈન નંબર પાછલા ત્રણ-ચાર દિવસથી બંધ હોય કોઈ ઇમરજન્સીમાં આ વિસ્તારના લોકોની સુરક્ષા રામભરોસે હોય તેવો માહોલ છે. સુરક્ષાની દ્રષ્ટિએ દરેક પોલીસ મથકના ફોન ખાસ મહત્વ ધરાવતા હોય છે. મોટે ભાગે રાઉન્ડ ધ ક્લોક એક પોલીસકર્મીની ખાસ ડ્યુટી માત્ર ફોન એટેન્ડ કરવા પૂરતી નિશ્ચિત કરવામાં આવેલી હોય છે. જેથી તાલુકાના કોઈ પણ ક્ષેત્રમાંથી દરેક નાની-મોટી ઘટનાની જાણકારી ત્વરિત પોલીસને મળી રહે અને તે અંગેના પગલા પોલીસ તંત્ર દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે. ત્યારે માળીયા. મી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટેનો એક માત્ર ફોન નંબર ૦૨૮૨૯ ૨૬૬૭૩૩પાછલા ત્રણ-ચાર દિવસથી બંધ હાલતમાં છે. બીએસએનએલ જેવી સરકારી સંસ્થા જો ત્રણ-ચાર દિવસથી પોલીસ સ્ટેશનનો ફોન રીપેર ન કરી શકતી હોય તો સામાન્યજનનો ફોન ખરાબ થાય તેની ફરિયાદ તો ક્યાંથી કાને ધરતી હશે એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
- text
માળીયા.મી. પો. મથકના પીએસઆઇ વાણીયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ફોન બંધ છે એ હકીકત છે. ગઈ કાલે સોમવારે થોડો સમય ફોન ચાલુ થયો હતો. હાલમાં બંધ છે જેની કંમ્પ્લેઇન લખાવેલી છે પણ હજુ સુધી બીએસએનએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે તેઓએ વધુમાં ઉમેર્યું હતુ કે આજે પણ રિમાઇન્ડર આપ્યું છે અને ફોન ચાલુ થઈ જશે એવું બીએસએનએલ દ્વારા જણાવાયું છે.
- text