- text
મોરબી : હાલમાં સર્વત્ર કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે. કોરોના વાયરસ અંગે જાગૃત્તિ લાવવા સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવેલ છે. જેના ભાગરૂપે શાળા-કોલેજ, મોલ-મલ્ટીપ્લેક્ષ સહિતના સ્થળોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે મોરબી કોરોના વાયરસના પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ આઇસોલેસન વોર્ડ સહિતની સુવિધા ઉભી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયસરને લઈને કઈ કઈ પ્રકારની અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવા મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને સમગ્ર તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.
- text
જેમાં ગઈકાલે તા. 16 માર્ચના રોજ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ એ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ સહિતના વોર્ડની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન દર્દીઓ માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધતા અંગે ચકાસણી કરી હતી. તેમજ હોસ્પિટલના સિવિલ સર્જન સહિતના ડોક્ટરો સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.
- text