મોરબીમાં ભાજપ દ્વારા કાલે શનિવારે શરણાર્થીઓની હાજરીમાં CAA જન જાગૃતિ સંમેલન

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામા આવેલ છે. આ કાયદા હેઠળ મોરબી વિસ્તારમા રહેતા પાકીસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવાની છે. ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા તમામ શરણાર્થીઓની હાજરીમા નાગરિક સંશોધન કાયદા જન જાગ્રુતિ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે. જે આવતીકાલે તા. 21ના રોજ સવારે 8 વાગ્યે નાની વાવડી ખાતે દેવ ફનવર્લ્ડની બાજુમાં યોજાશે. આ સંમેલનમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

- text