વાંકાનેરના રામપરા અભ્યારણ્યમાં કાનુની શિબિર યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેરમાં આવેલ રામપરા અભયારણ્યમાં આજે કાનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવો અને આપણા જંગલ વિસ્તાર ને ઓળખવા માટે એક શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓને ન્યાયતંત્રની પ્રાથમિક સમજ આપેલ તેમજ જુનેવાઈલ એક્ટ, પોસ્કો એક્ટ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ ની કામગીરી અને ન્યાય મેળવવા અંગેની સમજ આપવામાં આવેલ.

- text

આ કાનુની શિબિર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રી બી.વી. પરમાર (પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ)ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી હરદેવસિંહ ગોહિલ, તાલુકા કાનૂની સેવા સમિતિ ના પી.એલ.વી. હરદેવસિંહ ઝાલા, લીગલ એડવોકેટ વી.એ.ગોહેલ, રામપરા વિડી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી.વી. સાણજા સાહેબ, ફોરેસ્ટર જીલુભાઈ ડાંગર તથા ફોરેસ્ટ સ્ટાફ મિત્રોના સહયોગથી કાનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કાનુની શિબિરમાં ન્યાય પ્રણાલી અંગેની જાણકારી મેળવેલ તેમજ વીડી વિસ્તારમાં વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ કરી જંગલ અંગેની માહિતી ફોરેસ્ટના સ્ટાફ પાસેથી મેળવેલ.

- text