મોરબી : આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે વક્તુત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આજે તા. 2 /12 /2019 સવારે 10 વાગ્યે વિશ્વ એઈડ્સના દિવસે સમાજમાં જાગૃતિ લાવવાનો હેતુસર વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં જન જાગૃતિથી નવ જીવનના વિષય યોજયેલી વકતૃત્વ સ્પર્ધામાં ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ધી.વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબીનાં વિદ્યાર્થીની ભલગામી હીનાબેન અને દ્વિતીય ક્રમે ભક્તિ બેન તથા તૃતિય નંબરે રાઠોડ માનસી આવેલ હતી. આ વિદ્યાર્થીનીઓને યોગ્ય પ્રોત્સાહક ઈનામ તથા પ્રમાણ પત્રો આપવામાં આવ્યા હતા.આ વક્તુત્વ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ મોરબીી જીલ્લાની તમામ સ્કૂલ તથા વિદ્યાર્થીઓને એઈડ્સ અંગે જનજાગૃતિ કેળવવા બદલ એલ એમ ભટ્ટ અને દિપેન ભટ્ટ આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ અભિનંદન પાઠવ્યા હતા.

- text