- text
હળવદ : હળવદ તાલુકાના નાના એવા ચુંપણી ગામમાં ડેંગ્યુએ હાહાકાર મચાવી અજગરી ભરડો લીધો છે. ૩૫૦ જેટલા ખોરડાના નાના એવા ચુંપણી ગામના સરપંચથી લઈ ૭૦ જેટલા ગ્રામજનોને ડેન્ગ્યુ પોઝિટિવ હોવા છતાં આરોગ્ય વિભાગને અંધાપો આવ્યો હોય તેમ મચ્છરજન્ય ડેન્ગ્યુની બીમારી રોકવા અસરકારક પગલાં ન ભરતા હળવદ પંથકમાં પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હળવદ શહેર અને તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસ પોઝિટિવ હોવાના સામે આવ્યા છે ત્યારે હળવદ તાલુકાના ચૂંટણી ગામએ જ ૭૦ જેટલા ડેન્ગ્યુના કેસ પોઝિટિવ હોવા છતાં આરોગ્ય વિભાગને અંધાપો આવ્યો હોય તેમ આ બીમારીને રોકવામાં નાકામાં સાબિત થયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે
વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે પાછલા થોડા દિવસોથી ડેન્ગ્યુની બિમારીના કારણે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર મેળવી તગડા બીલો ચુકવવાવા પડી રહ્યા છે જેથી આરોગ્ય વિભાગ વહેલી તકે ગામમાં મચ્છર જન્ય ડેન્ગ્યુની બિમારીમાથી લોકો ને ઉગારે તે જરૂરી છે.
- text
આ અંગે ચૂંટણી ગામના સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં ૭૦ જેટલા લોકોને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા છે જેથી તેઓને વાંકાનેર,મોરબી, રાજકોટ સહિતના સિટીમાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે અને ઘણા લોકો સારવાર લિધા બાદ ઘરે પરત ફર્યા છે થોડા દિવસ પહેલા આરોગ્ય ની ટીમ ગામમાં આવી હતી અને જરૂરી કામગીરી કરેલ પરંતુ તે અસરકારક ન હોવાથી વહેલી તકે આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક યોગ્ય કાર્યવાહી કરે છે જરૂરી છે
આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે હળવદ તાલુકામાં સરકારી ચોપડે કુલ ૨૨ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે ચુપણી ગામ માં ડેન્ગ્યુના કેસ વધુ હોવાનું ધ્યાને આવ્યા બાદ ગામમાં પોરા નાશક કામગીરી હાથ ધરાઇ હતી તેમજ ફોગીંગ કામગીરી પણ કરવામાં આવી છે ડેન્ગ્યુ ને લગતી જરૂરી ગ્રામજનોને માહિતી પણ આપવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં પણ ચૂંપણી ગામમાં આરોગ્યની ટીમ દ્વારા વધુ અસરકારક કામગીરી કરાશે.
- text