- text
તળાવમાં કોઈ કેમીકલ યુક્ત કચરો ઠાલવી જતા તળાવનું પાણી પ્રદુષિત થવાથી ગામલોકોમાં રોષ
માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે તળાવમાં કોઈ અજાણ્યા શખ્સો કેમિકલ યુક્ત કચરો ઠાલવી જતા આજે ભેંસો આ તળાવમાં બેસતાની સાથે કેમિકલ યુક્ત પાણીની અસર થવાથી ભેંસોની ચામડી ઉતરી ગયાની માલધારીએ ફરિયાદ કરી છે. તળાવનું પાણી પ્રદુષિત થતા અબોલ પશુઓને ચામડી પર ગંભીર અસર થવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
- text
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના સરવડ ગામે આવેલા તળાવમાં કોઈ અજાણ્યા શખ્સો કેમિકલ યુક્ત કચરો ઠાલવી ગયું હતું.એ દરમિયાન સરવડ ગામના માલધારી આજે સવારે ભેંસો લઈને તળાવ પાસે આવ્યા હતા અને આ માલધારીની ભેંસો તળાવમાં બેઠી હતી.ત્યારે કેમિકલ યુક્ત કચરાને કારણે તળાવનું પાણી પ્રદુષિત થતા તળાવમાં બેઠેલી ભેંસોની ચામડીને ગંભીર અસર થઈ હતી.તળાવમાંથી ભેંસો બહાર નીકળતા આ અબોલ પશુઓની ચામડી ઉતરવા લાગી હોવાનું માલધારીના ધ્યાને આવ્યું હતું.આથી માલધારીએ ગામમાં જઈને ગ્રામજનોને આ સમગ્ર ગંભીર ઘટનાથી વાકેફ કર્યા હતા કોઈ અજાણ્યા શખ્સોએ તળાવમાં કેમિકલ યુક્ત કચરો ઠાલવી ગયાની ફરિયાદ કરી હતી.જેથી આ બનાવથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.જોકે આ બનાવ મામલે હજુ સુધી જવાબદાર તંત્રને જાણ કરાઈ નથી.
- text