દિલ્હીમાં બનેલ ઘટનાને હળવદના વકીલોએ વખોડી કાઢી

- text


હળવદ વકીલ મંડળ દ્વારા લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

હળવદ : દિલ્હીમાં આવેલ તીસ હજારી કોર્ટમાં દિલ્હી પોલીસ દ્વારા વકીલો ઉપર લાઠીચાર્જ કરી ગોળીબાર કરવાના પ્રયત્નની ઘટનાના હળવદના વકીલોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેથી, આજે હળવદ વકીલ મંડળ દ્વારા કોર્ટની બહાર લાલ પટ્ટી બાંધીને દિલ્હીમાં બનેલી ઘટનાનો વિરોધ કર્યો હતો.

- text

દિલ્હી ખાતે આવેલ તીસ હજારી કોર્ટમાં વકીલો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી ગોળીબાર કરવાનો પ્રયાસ કરાતા સમગ્ર દેશભરના વકીલોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. આ ઘટનાને પગલે જુદાજુદા શહેરોમાં વકીલો વિરોધ નોંધાવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે આજે હળવદ વકીલ મંડળ દ્વારા કોર્ટના પટાંગણમાં લાલ પટ્ટી બાંધીને શાંતિપૂર્વક વિરોધ કર્યો હતો અને દિલ્હીમાં બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી સાથે હળવદ વકીલ મંડળ દ્વારા દિલ્હી પોલીસ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હળવદ કોર્ટના પટાંગણમાં પી.પી. વાઘેલા, અશ્વિનભાઈ મલીક, કરસનભાઈ દલવાડી, પી.એફ. પરમાર, ભરતભાઈ ગણેશીજી, બિલ્લાભાઈ સહિતના વકીલો વિરોધના કાર્યક્રમમાં જોડાયા હતા.

- text