ટંકારા : લક્ષ્મી-નારાયણ સોસાયટી નરકાગાર, ઠેર-ઠેર ગંદકીના ગંજ

- text


ટંકારા : ટંકારાની ભાગોળે આવેલ લતીપર ચોકડી પાસે લક્ષ્મી નારાયણ સોસાયટી જાણે નરકાગાર બની ગઈ છે. થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદના કારણે સોસાયટીમાં વરસાદનું પાણી ભરાય ગયું છે. જેનો નિકાલ ના થવાના કારણે રહેવાસીઓમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. તથા આરોગ્ય વિભાગ મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે દવાનો છંટકાવ કરે તેવી માંગ રહેવાસીઓ કરી રહ્યા છે.

- text