- text
મોરબી : મોરબીની મહાપ્રભુજીની બેઠક ખાતે નૂતન વર્ષ નિમિતે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ જે સ્થળે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરી હતી. તે સ્થળ મોરબીની મહાપ્રભુજીની બેઠક ખાતે નુતનવર્ષ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.5 ના રોજ મંગળવારે મોરબીના સામાકાંઠે એલ. ઇ. કોલેજ પાછળ આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે સવારે 7 વાગ્યે જાગ્યાના દર્શન, સવારે 7-30 કલાકે મંગલા ભોગ દર્શન, સવારે 8 વાગ્યે ગોવર્ધન પૂજા દર્શન, સવારે 9-30 કલાકે શ્રીગાર દર્શન અને સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ઝારી ચરણસ્પર્શનો કાર્યક્રમ યોજાશે. અન્નકૂટ દર્શનનો સમય બપોરે 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. તેથી, આ ધાર્મિક કાર્યક્રમોનો સ્થાનિક અને બહારગામ વસતા સમગ્ર વૈષ્ણવ સમાજના લોકોને લાભ લેવા મોરબીની મહાપ્રભુજી બેઠકના મુખ્યાજી અતુલભાઈ ભટ્ટે અનુરોધ કર્યો છે.
- text