- text
માળીયા (મી.) : તાલુકાના ભાવપર ગામના ગઢિયા પરિવારના વડીલ તરફથી વારસા રૂપે મળેલી ગાયની 21 વર્ષ સુધી સેવા કર્યા બાદ ગૌમાતાનું નિધન થતા ગઢિયા પરિવારે પારિવારિક ગૌમાતાને ગ્રામજનો અને ગોપી મંડળ સાથે વાજતે ગાજતે પોતાની પૈતૃક વાડીમાં ભાવાંજલી સાથે સમાધિ આપી હતી.
- text
માળીયા મી. તાલુકાના ભાવપર ગામના સ્વ.પ્રભુભાઈ ચકુભાઈ ગઢિયાએ આજથી 21 વર્ષ પહેલા એક વર્ષની નિરાધાર વાછડીને આશરો આપ્યો હતો. ત્યાર બાદ એક વેંતર દોઈને પ્રભુભાઈએ તેમના સંતાનોને સોંપી હતી. ભરતભાઇ પ્રભુભાઈ ગઢિયા (ઉસ્તાદ) અને તેમના પત્ની જ્યોત્સનાબેને 21 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે આ ગાયની સેવા કરી હતી. હાલ આ ગૌમાતાનું નિધન થતા ગઢિયા પરિવારે ગામ સમસ્ત અને ગોપી મંડળ સાથે મળી વાજતે ગાજતે ગૌમાતાના પાર્થિવ દેહને ગામમાં ફેરવી પોતાની પૈતૃક વાડીમાં ભાવપૂર્વક સમાધિ આપી હતી. ગૌવંશની સેવા અને જાળવણી કરવાની સાંપ્રત જરૂરિયાતને સમર્થન આપતા આ કિસ્સાથી ગૌપ્રેમીઓએ સદગત ગૌમાતાના આત્મકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
- text