મચ્છુ-1 જળસિંચન યોજનામાંથી સેક્સન-2માં રવિપાક માટે સિંચાઇનું પાણી આપવા અંગે નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત

- text


ટંકારા : હડમતીયા સિંચાઈ સહકારી મંડળીના મંત્રી પી. જી. મૅરાજા દ્વારા ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં મચ્છુ-1 જળસિંચન યોજનામાંથી સેક્સન-2માં રવિપાક માટે સિંચાઇનું પાણી આપવા અંગે નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી હતી.

- text

આ રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગત તા. 29 ઓક્ટોબરના રોજ કમોસમી વરસાદ તથા ચોમાસાં દરમિયાન અતિ વરસાદના કારણે ખરીફ પાકમાં ખેડૂતોને નુકસાની થયેલ છે. જેથી, ખેડૂતોને રોજગાર માટે રવિપાક પર આધાર રાખવો પડે તેમ છે. રવિપાક માટે પાણીની વધુ જરૂરિયાત છે. તે માટે છેલ્લા 3 વર્ષથી નહિ સાફ કરાયેલા મચ્છુ-1 કેનાલની સાફ-સફાઈ કરી કેનાલમાં પાણી છોડવામાં આવે. તેથી, ખેડૂતોને રવિપાક માટે પાણીનો સ્ત્રોત મળી રહે. તેમજ સેક્શન-2ના 14 ગામોના ખેડૂતોને કેનાલથી સિંચાઇનું પાણી મળે તે માટે ખેડૂતોની મિટિંગ બોલાવી યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, આ વર્ષે ખેડૂતોનું આગળનું જે કઈ બાકી લેણું હોય તેની વસુલાત નહિ કરવા તેમજ દર વર્ષે કરાતો 7.5%નો પીયાવોનો વધારો નહિ કરવા સેકશન-2ના ખેડૂતો વતી સિંચાઈ સલાહકાર પી. જી. મૅરાજાએ નાયબ કાર્યપાલક ઈજનેરને અરજી કરી હતી.

- text