- text
પંચાસર રોડ ઉપર ચાર એકર જમીનમાં અંદાજીત રૂ.10 કરોડના ખર્ચે બનશે રાજ્યના પ્રથમ મહિલા દૂધ ઉત્પાદક સંધનું કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટ :ખાતમૂહુર્તની સાથે મહિલા સહકાર સંમેલન યોજાશે
મોરબી : મોરબીમાં આવેલ ગુજરાતનું પ્રથમ મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સંઘના બિલ્ડીંગ અને ચીલીગ પ્લાન્ટનું આગામી 7 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનીના હસ્તે ખાતમૂહુર્ત થશે,આ ખાતમૂહુર્તની સાથે મહિલા સહકાર સંમેલન પણ યોજાશે.મોરબીના પંચાસર રોડ ઉપર ચાર એકર જમીનમાં અંદાજીત રૂ.10 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ મહિલા દૂધ ઉત્પાદક સંધનું કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટ બનશે. આ કામ આ અંદાજીત છ મહિનામાં પૂર્ણ થશે.
- text
ગુજરાજ રાજ્યનું સૌપ્રથમ મોરબીમાં આવેલ એકમાત્ર મહિલાઓ સંચાલિત મહિલા દૂધ ઉત્પાદક સંઘના બિલ્ડીંગ અને ચીલીગ પ્લાન્ટનું આગામી તા.7ના રોજ ખાતમૂહુર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ખાતમૂહુર્ત કરશે. મોરબીના પંચાસર રોડ ઉપર મહિલા દૂધ ઉત્પાદક સંઘની બિલ્ડીંગ અને ચીલીગ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.જેમાં દોઢ લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા ચીલીગ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે.ચાર એકર જમીનમાં અંદાજીત રૂ.10 કરોડના ખર્ચે મહિલા દૂધ ઉત્પાદક સંઘનું કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટ તૈયાર થશે.હાલ મંડળીઓમાં વકાનેરની 76, ટંકારાની 30, માળીયાની 26 અને મોરબીની 48 અને હળવદની 85 દૂધ મંડળીઓ કાર્યરત છે અને હાલ ડેઇલી એક લાખ લીટર જેટલું દૂધની આવક થાય છે.જ્યારે મોરબીમાં મહિલા દૂધ ઉત્પાદક સંઘના કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટનું ખાતમૂહુર્તની થયા બાદ અંદાજીત છ મહિનામાં આ કામ પૂર્ણ થશે અને ખાતમૂહુર્તની સાથે મહિલા સહકાર સંમેલન યોજાશે.જેમાં મોટાભાગના દૂધ ઉત્પાદક સંઘના મહિલાઓ હાજર રહેશે તેમ મહિલા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન હંસાબેન વડાવિયાએ જણાવ્યું હતું.
- text