- text
મોરબી : ઇન્ટર-નેશનલ હુમન રાઈટના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે મોરબી શહેર ખુબ જ વિકાસસીલ શહેર છે. મોરબીનું નામ ઓઘોગીક ક્ષેત્રે સમગ્ર ભારત તથા વિદેશમાં મશહુર છે. મોરબી જીલ્લાના ઉધોગો ઘણા લોકોને રોજી રોટી આપે છે. જેના કારણે અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજી રોટી રળવા મોરબીમાં આવીને રહેવાશ કરે છે.
હાલમાં મોરબી નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. આ મોરબીને મહાનગર પાલિકા બનાવવામાં આવશે તેવી વાતો ઘણા સમયથી સાભળવામાં આવે છે. કદાચ એવા હેતુ માટે જ શનાળા તેમજ અમરેલી ગામને મોરબી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ હતો. જેને પણ હવે ફરીથી ગ્રામ પંચાયત બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં રવાપર, સનાળા, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, લાલપર, વાવડી સહિતના ગામોને નગરપાલિકા હેઠળ જોડી દેવામાં આવે તો તે લોકોની જન સંખ્યા અને વિસ્તાર બને દ્રષ્ટિએ મોરબી મહાનગરપાલિકા બનાવાને લાયક જ છે.
આ ઉપરાંત, મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો ન હોવાથી ઘણો મોટો અન્યાય થઇ રહ્યો છે. મોરબીમાં વિકાસના નામે ઝીરો છે. જો મહાનગર પાલિકા બને તો મોરબીમાં જે વિકાસની જરૂર છે. તે થઇ શકે તેમ છે. તો અમારી માંગણી છે કે મોરબીને મહાનગર પાલિકા બનાવવામાં આવે.
કે. ડી. બાવરવાએ રજુઆતમાં જણાવ્યું હતું કે આ માટે સ્થાનિક નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે. અને માંગણીઓ કરી રહ્યા છે. પરંતુ રાજકીય આગેવાનો, રાજકીય પદાધીકારીઓ, ચુટાયેલા પ્રતીનીધીઓ, સ્થાનિક સામાજિક આગેવાનો અને અમુક સુસ્ત થઇ ગયેલા નાગરિકોને જાણે કે આમાં રસ જ ના હોય તેવું પ્રતીત થાય છે. આમાં ઘણા એવા રાજકીય આગેવાનો પણ હશે કે જેના અંગત હિત ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ સંકળાયેલા હોવાથી પણ આ માંગણી આગળ વધતી નથી.
જો યોગ્ય કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપતી રજૂઆત ઇન્ટર-નેશનલ હુમન રાઈટના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાંણી, સચિવ શહેરી વિકાસ વિભાગ, જિલ્લા કલેક્ટર તથા મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસરને કરવામાં આવી હતી.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text