- text
સમસ્ત ગ્રામજનોએ આશરે 20 વર્ષ પહેલાં વાવમાં પડી ગયેલી અશક્ત ગૌમાતાને બચાવીને કાળજી પૂર્વક જતન કરતા હતા : થોડા સમયથી બીમાર રહેતી ગાયનું મૃત્યુ થતા સમગ્ર ગ્રામજનોએ માન સન્માનભેર તેની અંતિમક્રિયા કરી
મોરબી : 33 કરોડ દેવી દેવતાનો જેનામાં વાસ હોય છે તે ગૌમાતા પ્રત્યે આજની દોડધામભરી જીવનશૈલીમાં પણ લોકો ભારે સંવેદના ધરાવે છે. ગૌમાતા પ્રત્યે અપાર વ્હાલ સાથે વિશેષ લાગણી માળીયા તાલુકાના નાની બરાર ગામે જોવા મળી છે.જેમાં એક ગાય આશરે 20 વર્ષ પહેલાં આ ગામના વાવમાં પડી ગઈ હતી.બાદમાં ગ્રામજનોએ આ ગાય માતાને બચાવીને સમસ્ત ગામ તેની વર્ષોથી સેવા કરતું હતું.ત્યારે છેલ્લા થોડા સમયથી બીમાર રહેતી આ ગાયનું મૃત્યુ થતા સમગ્ર ગ્રામજનોએ હતભાગી ગૌમાતાની વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢીને ગૌશાળા ખાતે સમાધિ આપી હતી.
માળીયા તાલુકાના નાની બરાર ગામે એક અશક્ત ગાય માતાની છેલ્લા 20 વર્ષથી સમગ્ર ગ્રામજનો સેવા ચાકરી કરતા હતા.આ અંગે વિસ્તૃત માહિતી આપતા ગામના ભરતભાઇ મિયાત્રાએ જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલાં માલધારીઓ તેમના ગામે સીમ વિસ્તારમાં ગાયો ચરાવવા આવ્યા હતા.જેમાંથી એક ગાય અવસ્થામાંને કારણે ભારે અશક્ત હતી.ત્યારે આ ગાય ગામના પાણીની વાવમાં પાણી પીવા જતા પડી ગઈ હતી.જેના ગામલોકોને જાણ થતાં ગામલોકોએ આ ગાયને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી.ત્યારબાદ સમગ્ર ગ્રામજનોએ આ ગાયની સેવા ચાકરી કરવાની જવાબદારી ઉઠાવી લીધી હતી.જોકે આ ગૌમાતા ઘાસ ખાતી ન હતી.આથી ગામલોકો લીલું ભુસુ પલાળીને ખવડાવતા હતા.લોકો મોટાભાગે અન્ન જ ખવડાવતા હોવાથી આ ગાયને એવી આદત પડી ગઈ હતી કે, દરરોજ બપોરે કે સાંજે ભોજનનો સમય થાય ત્યારે ગાય ગામની દરેક શેરીએ ફરતી અને એકએક ઘરની ડેલી ખખડાવતી ત્યારે ગામલોકો બહાર આવીને તેને રોટલો કે રોટલી ખાવા આપતા આ રીતે છેલ્લા 20 વર્ષથી ગામલોકો તેનું કાળજી પૂવક જતન કરતા હતા.
- text
જોકે ગામની ગૌશાળા છે.પણ આ ગાય ત્યાં રહેતી ન હતી અને ગામલોકોએ તેને સ્પેશિયલ રહેલા માટે ગામના ગરબી ચોકમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી.ગાય અવસ્થાને કારણે બીમાર રહેતી હતી અને અગાઉ તેના શિંગડામાં બીમારી લાગુ પડતા યદુનંદન ગૌશાળાએ આ ગાયની સારવાર કરી હતી.બાદમાં બીમાર રહેતી આ ગાય માતાએ ત્રણ દિવસ પહેલા મૃત્યુ પામી હતી.આથી સમગ્ર ગામા ઘેરો શોક વ્યાપી ગયો હતો.ગ્રામજનોએ આ હતભાગી ગૌમાતાની વાજતે ગાજેતે અબીલ ગુલાલની છોળો ઉડાડીને સ્મશાન યાત્રા કાઢી હતી અને ગૌશાળા ખાતે જ તેની માનભેર સમાધિ આપીને અંતિમક્રિયા કરવામાં આવી હતી.
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text