મોટી બરારમાં નિ:શુલ્ક શ્રી સદગુરુ નેત્રયજ્ઞ – નેત્રમણી કેમ્પ યોજાયો

- text


મોરબી : ગઈકાલે તા. 13/10/2019નાં રોજ મોરબી જિલ્લાના મોટી બરાર ગામની મોડેલ સ્કૂલ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટ અને ભારત સેવક સમાજ – સુરેન્દ્રનગર દ્વારા વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ – નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે મોટી બરાર સહિત તેની આજ બાજુના નાની બરાર, સોનગઢ, જાજાસર, દેવગઢ વગેરે ગામના આંખના કુલ 100થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો. જેમાંથી 23 જેટલા દર્દીઓને મોતિયોનું નિદાન થયું હતું. એવા દર્દીઓને હોસ્પિટલની બસમાં વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. અને મોતીયાનું ઓપરેશન થઈ ગયા બાદ દર્દીઓને પાછા રાજકોટથી મોટી બરાર ખાતે મૂકી જવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટના ડૉ.જયેશભાઇ અને તેમનો સ્ટાફ તથા ભારત સેવક સમાજ – સુરેન્દ્રનગરના શ્રી શિરીષભાઈ ઓઝા, શ્રી મધુસુદનભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ તકે ડો. મનુભાઈ કૈલા હાજર રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ કાર્યક્રમ માટે મોટી બરાર ગામના આગેવાન બાબુભાઇ ડાંગર દ્વારા જરૂરી આર્થિક યોગદાન આપ્યું હતું. અને સરપંચ કાનાભાઈ ડાંગર, હરિભાઈ ડાંગર સહીત ગામના યુવાનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો તથા કાર્યક્રમના અંતે આભાર વિધિ મોડેલ સ્કુલ – મોટી બરારના આચાર્ય બી. એન. વિડજા દ્વારા કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text