- text
મોરબી : મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે આજે મોરબી અને વાંકાનેરની વાહન ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મોરબી એલસીબી સ્ટાફ પાસેથી મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ઝુંબેશ અંતર્ગત એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચનાને પગલે પેરોલ ફર્લો સ્કવોર્ડના જયેશભાઇ વાઘેલા અને સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે વાંકાનેર સીટી અને મોરબી સિટી બી ડિવિઝનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપી અકરમભાઈ ગફારભાઈ કટિયા ઉ.વ.24 રહે સુરેન્દ્રનગર રતનપર વાળાને મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો અને આ આરોપીને વાંકાનેર સીટી પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરી હતી.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text