- text
મોરબી : મોરબીની રત્નકલા સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ગઈકાલે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંર્તગત અન્ડર-14 ગર્લ્સ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા જુદી-જુદી શાળાઓમાંથી કુલ 200 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.જેમાંથી અંડર 14 – 50 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં મોરબીની રહેવાસી સેવી ઇન્ટરનેશનલ સ્કૂલની વિધાર્થીની તથા A-1 સ્પોર્ટ્સ એકેડેમીની તાલીમાર્થી વૈભવીબા બિરેન્દ્રસિંહ રાઠોડે બીજો ક્રમાંક મેળવી શાળા, ક્લાસીસ, પરિવાર તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. તેઓની આ જવલંત સફળતા માટે શાળા પરિવાર તથા એકેડમીના કોચ કુમાર સર, પરેશ સર, ગોપાલ સર તથા રશ્મિ મેડમે ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ભવિષ્યમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છા આપી હતી.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text