- text
મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડા ખોદીને જોખમી હાલતમાં છોડી દેવાતા વારંવાર બનતા અકસ્માતના બનાવો
મોરબી : મોરબી રાજકોટ રોડ ઉપર શનાળા ગામ પાસે ગટરના ખાડા ખોદીને જોખમી હાલતમાં છોડી દેવાતા આજે આ ગટરના પાણી ભરેલા ખાડામાં એક ગાય ખાબકી હતી. જો કે સેવાભાવી યુવાનો તત્કાળ આ ગાયને બચાવી લીધી હતી. પણ જોખમી ખાડાઓને કારણે વારંવાર અકસ્માતના બનાવો બનતા હોવાથી તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોરબી રાજકોટ રોડને ફોરટ્રેક બનાવવા માટે તંત્ર દ્વારા જાણે નીતિ નિયમોને નવે મૂકીને અણઘડ કામગીરી કરાતી હોવાથી આ રોડની કામગીરી વાહન ચાલકો માટે ભયજનક પુરવાર થઇ રહી છે. ખાસ કરીને રોડની કામગીરી માટે ગટરના મસમોટા સળંગ ખાડા ખોદયા બાદ જોખમી હાલતમાં ખુલ્લા છોડી દેવાતા વાહન ચાલકો પર અકસ્માતનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આવી જ રીતે મોરબી રાજકોટ રોડ ઉપર શનાળા ગામ પાસે ગટરના ખાડા ખોદીને જેમની તેમ ખુલ્લા છોડી દેવાતા આજે આ પાણી ભરેલા ખાડામાં એક ગાય ખાબકી હતી. બનાવને પગલે રવિભાઈ સહિતના સ્થાનિક લોકોએ ગાયને બચાવી લીધી હતી. જો કે સ્થાનિક લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, અહીં ખાડાને કારણે અવારનવાર નાનામોટા અકસ્માત થાય છે અને આ ગાય પડી જવાનો ચોથો બનાવ છે.તેમ છતાં તંત્ર યોગ્ય કામગીરી કરતું ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text