- text
ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ અને મગફળીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયાની ખેડૂતોની રાવ
મોરબી : માળીયા પંથકને ગત રવિ-સોમવારે મેઘરાજાએ ધમરોળ્યો હતો. જેના પગલે ગ્રામ વિસ્તારમાં ભારે ખાના ખરાબી થઈ છે. તેમાં સૌથી વધુ માળીયા તાલુકાના વિરવદરકા ગામ અને આજુબાજુના ગામોમાં ભારે વરસાદથી ખેતીમાં મોટી તારાજી થઈ છે. આ ગામો હજુ બેટમાં ફેરવાયેલા છે. ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આથી ખેડૂતો પામલામ થઈ ગયા છે.ખેડૂતો કરગરીને કહી રહ્યા છે કે સરકાર આ સમયે મદદ નહિ કરે તો અમે પડી ભાગીશું. માળીયા પંથકમાં રવિવાર અને સોમવારે ભારે વરસાદ પડ્યો હતો. જો કે અગાઉ પણ આ ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિની થાપ ખમી ચૂકેલા માળીયા પંથકમાં ફરીથી ભારે વરસાદથી અતિવૃષ્ટિ આવી પડી છે. જેમાં સૌથી વધુ કફોડી હાલત માળીયાના વિરવીદરેકા સહિત આસપાસ ગોમોની થઈ છે. ગામોમાં ભારે વરસાદ પડ્યા ખેતીમાં ભારે તારાજી થઈ છે. વીર વિદરકા ગામના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી કે, ભારે વરસાદ પડતાં અમારા ગામો ટાપુમાં ફેરવાઈ ગયા હોય તેટલી હદે પાણી ભરાયા છે અને પાણીએ ગામના તમામ ખેતરો ધોઈ નાખ્યા છે. જેથી મગફળી અને કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
- text
પાણી એટલી હદે ભરાય છે કે ખેતરે તો ઠીક બહાર પણ જઈ શકાતું નથી, વરસાદી પાણી ભરાતા ખેતીને મોટી નુકશાની થઈ છે. ખેડૂતો કહે છે એ ચોમાસાની સીઝનમાં બીજી વખત અતિવૃષ્ટિ આવી પડી છે. જેમાં અગાઉ એક વખત પાકનો નાશ થયા બાદ ફરી વખત વાવેતર કર્યું હતું. પાકો ઉતરે તે પહેલાં ફરી અતિવૃષ્ટિ આવી પડતા બીજી વખતનો પાક પણ સંપૂર્ણપણે નિષફળ ગયો છે. હવે જો સરકાર પાક વીમા સહિતની યોગ્ય મદદ કરે તો ખેડૂતો આ કપરી પરિસ્થિતિમાંથી બેઠા થઈ શકે એમ છે. જો કે ખેડૂતો હાલ તુરંત 25 ટકા પાક વીમો ચૂકવી દેવાની સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે.આ માટે લડત ચલાવવા વીર વિદરકા ગામે 10 ગામોના સરપંચ અને આગેવાનો તથા ખેડૂતોની મીટીંગ મળી હતી.જેમાં કલેક્ટર આવેદનપત્ર આપવા સહિતની રણનીતિ ઘડવામાં આવી હતી.
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text