હળવદના નાડીયાવાસ વિસ્તારની ઝૂંપડપટ્ટીના બાળકોને 222 વસ્ત્રોનું વિતરણ

- text


રત્નધીર ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ અને ભારત સેવક સમાજ – સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ

હળવદ : રત્નધીર ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઈ અને ભારત સેવક સમાજ – સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતીના શુભદીને હળવદના નાડીયાવાસ વિસ્તારમાં અને તળાવકાંઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 222 વસ્ત્રોનું દાન સ્થળ પર જ કરવામાં આવ્યું હતું.

મુંબઇ સ્થિત ગુણવત્તાસભર બ્રાન્ડ ન્યુ ગારમેન્ટના રેડીમેડ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરી જેમ કે 1 થી 5 વર્ષ સુધીના બાળકો, 12 વરસના બાળકો 18 થી 22 વર્ષના તરૂણ અને 50 વર્ષથી ઉપરના વડીલો એમ અલગ અલગ કેટેગરીના સર્વે લોકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. આમ, આવનારા તહેવારો પહેલા રેડીમેન્ટ કપડાંનું વિતરણ થતા નાના ભૂલકાઓ અને લાભાર્થી ભાઈઓ-બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- text

આ કાર્યક્રમમાં ભારત સેવક સમાજના શિરીશભાઇ ઓઝા, ખેતશીભાઈ પટેલ, બદ્રીભાઈ, સુનિલભાઈ મહેતા, હળવદના સ્થાનિક સામાજિક કાર્યકર તપન દવે, ગીરીશભાઈ સાધુ, એ. ટી. રાવલ , હીરાભાઈ નાળિયા, શ્રવણભાઈ સોલંકી, મંગાભાઈ સહિત સેવાભાવી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text