- text
સ્વચ્છતા અભિયાન સમિતિના સભ્યોએ મુસાફરોને સમજણ આપી સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કર્યા
મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આજે ગાંધી જયંતિ નિમિતે નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા અભિયાન સમિતિના સભ્યો મુસાફરોને સમજણ આપી સ્વચ્છતા જાળવવા માટે હકારાત્મક સંદેશ આપ્યો હતો.તેમજ સ્ટીકર ચોટાડીને મુસાફરોને સ્વચ્છતા જાળવવા મામલે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીમાં આજે રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિતે સ્વચ્છતાના આગ્રહી બાપુના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુસર સ્વચ્છતા અભિયાન સમિતિએ નવતર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અત્યાર સુધી સ્વચ્છતા અભિયાન સમિતિ જાતે સાફ સફાઇ કરતી હતી. પરંતુ આજે ગાંધી જ્યંતીએ લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપવા માટે મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા જગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી ડેપોના સહયોગથી બસોને 10 મિનિટ હોલ્ટ પડાવીને તમામ મુસાફરોને સ્વચ્છતા અંગેની સમજણ આપવામાં આપી હતી અને પૂ.બાપુના સ્વચ્છતાના સંદેશને જીવનમાં વણી લઈને સ્વચ્છતા જાળવવાની શીખ આપી હતી.આ સ્વચ્છતા જગૃતિના કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન સમિતિના તમામ સભ્યો, આજુબાજુના દુકાનદારો સહિતના લોકી જોડાયા હતા.
- text
આ સાથે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઠેક ઠેકાણે સ્વચ્છતા જાળવવાના સ્લોગન સાથેના સ્ટીકર પણ લગાવવામાં લગાવવામાં આવ્યા હતા. સાથો સાથ બસ સ્ટેન્ડમાં એક એક વ્યક્તિને રૂબરૂ સમજણ આપીને તેનો સ્વચ્છતાના બેનર સાથે ફોટો પાડીને સ્વચ્છતા અંગે લોકોને જગૃત કરવાના પ્રયાસ કર્યા હતા. આ ઉપરાંત, નવા બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાના બેનરો સાથે રેલી યોજાઈ હતી.
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text