- text
પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હજ્જારો ખેલૈયાઓની હાજરીમાં કેક કટિંગ કરાયુ
મોરબી : મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હાલ ખેલૈયાઓ કીર્તિદાન ગઢવીના સુમધુર કંઠ ઉપર દરરોજ મન મુકીને ગરબે ઝૂમી રહ્યા છે. ત્યારે ગઈકાલે કીર્તિદાન ગઢવીના પુત્ર રાગનો જન્મદિવસ હોય કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. સાથો સાથ કીર્તિદાન ગઢવીએ યદુનંદન ગૌ શાળાને રૂ. 51 હજારનું અનુદાન પણ આપ્યું હતું. મોરબીના રવાપરમાં ધૂનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ગૌ માતા અને આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી દરરોજ ખેલૈયાઓને મન ભરીને ગરબે ઝુમાવે છે. જોગાનુજોગ કીર્તિદાન ગઢવીના 1 વર્ષના પુત્ર રાગનો નવરાત્રી દરમિયાન ગઈકાલે જ જન્મદિવસ હતો. ત્યારે પાટીદાર નવરાત્રીમાં કેક કટિંગ કરીને રાગના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે હજ્જારો ખેલૈયાઓ પણ જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
- text
આ સાથે ગૌ માતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા કીર્તિદાન ગઢવીએ યદુનંદન ગૌ શાળાને રૂ. 51 હજારની માતબર રકમનું અનુદાન પણ આપ્યું હતું. આમ રાગના જન્મદિવસની ખોટા ખર્ચ કર્યા વગર માત્ર કેક કટિંગ કરીને સેવાકાર્ય થકી ઉજવણી કરવામાં આવી હતી.
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text