મોરબી : ઇન્ડીયન લાયન્સ ક્લ્બબ દ્વારા ઓપન રાસોત્સવનું આયોજન

- text


મોરબી : ઇન્ડીયન લાયન્સની સીલ્વર જયુબેલી ઉજવણી અંતર્ગત (વેસ્ટ સેકટર) ઉજવણી સંદર્ભે ઇન્ડીયન લાયન્સ મોરબી અને ટંકારા પરિવાર દ્વારા ઓપન રાસોત્સવ 2019નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 5થી 12 વર્ષના બાળકો-બાલીકાઓ તેમજ 12વર્ષ ઉપરની અને કુંવારી દીકરીઓ માટે તેમજ પરણીતાઓ માટે રાઉન્ડ રમાડવામાં આવનાર છે. જેની એન્ટ્રી ફી રૂપિયા 100 રાખેલ છે. એન્ટ્રી ફી ભરવા અને પાસ મેળવવા માટે કલબના હોદેદારોનો સંપર્ક કરવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. એન્ટ્રી પાસ તા 26/9 થી 2/10 સુધી મળી શકશે. આ માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યું છે. આ હરીફાઈમાં લીટલ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસ ( ટ્રેડીશનલ ) -પ્રથમ- દ્વિતીય-બોયસ એન્ડ ગર્લ્સ બન્નેમાં, પ્રિન્સ ઓફ મોરબી ગર્લ્સ, વેલ ડ્રેસ ટ્રેડીશનલ ગર્લ્સ, પરણિત- કિંગ એક વીન પરણિત- વૈલ ડ્રેસ ટ્રેડીશનલ-મેલ ઍન્ડ ફિમેલ ઇનામો રાખેલ છે. આ ઉપરાંત સરપ્રાઈઝ ઇનામોનો પણ રાખવામાં આવેલ છે. આ કાર્યકમ તા 6/10/2019ને રોજ રવિવારે બપોરે 02:30થી 05:30 વાગ્યા સુધી નગરપાલિકા કોમ્યુનીટી હોલમાં યોજાશે. જેના માટેના પાસ ભાવેશભાઈ દોશી (૯૪૨૬૯ ૪૨૪૪૯), હર્ષદભાઈ ગામી (૯૪૨૯૦ ૯૭૭૨૨ ), પ્રીતીબેન દેસાઈ (૯૩૨૮૯ ૭૦૪૯૯), મયુરીબેન કોટેચા ૯૨૭૫૯ ૫૧૯૫૪, ધ્વનીબેન (૯૮૨૫૪ ૬૧૫૬૭), વિમય ત્રિવેદી (૯૦૧૬૫ ૯૫૮૯૫) પાસેથી મળી શકશે.

- text


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text