મોરબી પાંજરાપોળ દ્વારા રખડતા ઢોરના ઓપરેશન કરીને પેટમાંથી હાનિકારક પ્લાસ્ટિક કઢાયું

- text


મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ અંતર્ગત પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં પશુરોગ અને સર્જીકલ કેમ્પ યોજાયો : ગાય અને ખુટિયાના પેટમાં પ્લાસ્ટિક જાય તો કેટલી હાનિ કરે છે તે અંગેનો પૂર્વ ધારાસભ્યએ લાઈવ ડેમો દર્શાવ્યો

મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. ખાસ કરીને પ્લાસ્ટિક ગાય કે ખુટિયાઓ પેટમાં જાય તો આવા પશુઓના જીવ ઉપર મોટું જોખમ રહે છે.તેથી તેમની આગેવાની હેઠળ મોરબી પાંજરાપોળ ખાતે પશુરોગ અને સર્જીકલ કેમ્પ યોજીને રખડતા ઢોરનું ઓપરેશન કરીને તેમના પેટમાંથી પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવે છે.લોકોમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય અને જાગૃતિ આવે તે માટે પૂર્વ ધારાસભ્યએ ગાય અને ખુટિયાઓના પેટમાંથી પ્લાસ્ટિક નિકલની સર્જરીનો લાઈવ ડેમો દર્શાવ્યો હતો. મોરબીમાં હાનિકારક પ્લાસ્ટિકના વપરશ અને વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.તેમ છતાં હાનિકારક પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ વપરાશ થાય છે.જોકે આ પ્લાસ્ટિક ગાય તથા ખુટિયા જેવા અબોલ પશુઓ ખાઈ જતા હોવાથી તેમના જીવ ઉપર મોટું જોખમ રહે છે.ત્યારે પ્લાસ્ટિક વપરાશ બંધ કરવા માટે જનજાગૃતિ આવે તેવા હેતુસર પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અભિયાન ચલાવી રહ્યા છે જેમાં ગઈકાલે તેમના પુત્ર પ્રથમની આગેવાની હેઠળ પ્લાસ્ટિક નાબુદી અંગેની જનજાગૃતિ રેલી નિકળી હતી.ત્યારે રસ્તા પર રખડતી જે ગાય અને ખુટિયાઓ કચરા કે અન્ય વસ્તુઓ સાથે પ્લાસ્ટિક ખાઈ ગઈ હોય અને પેટમાં પ્લાસ્ટિક જવાથી ભારે પીડાથી કણસતી હોય તેવી ગાય અને ખુટિયાના પેટમાં ઓપરેશન કરીને પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવે છે.

- text

પૂર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ મોરબી પાંજરાપોળ દ્વારા ગાય માતાઓના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાની સર્જરી અંગે પશુરોગ તથા સર્જીકલ કેમ્પ યોજાય છે.જેમાં પ્લાસ્ટિકનો કચરો ખાઈ ગયેલી ગાયો અને ખુટિયાઓને મોરબી પાંજરાપોળ ખાતે લાવવામાં આવે છે.બાદમાં પશુ ચિકિત્સકો દ્વારા ગાય અને ખુટિયાનું ઓપરેશન કરીને પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવે છે એ રખડતા ઢોરના પેટમાંથી સર્જરી દ્વારા આશરે 10 થી 15 કિલો પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવે છે. કાંતિભાઈ અમૃતિયાએ આ સર્જરીનો વીડિયો દ્વારા લાઈવ ડેમો દર્શાવ્યો હતો.જેમાં તેઓ કહે છે કે, એકએક ગાય કે ખુટિયાના પેટમાંથી 10થી વધુ કિલોનો પ્લાસ્ટિકનો કચરો બહાર નીકળે છે અને પશુ ડોકરની ટીમ દ્વારા 3 થી 4 ગૌવંશની સર્જરી કરીને મોટા પ્રમાણમાં પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢ્યું છે..આ બાબત ખૂબ જ ચિંતાજનક છે. લોકો અબોલ પશુઓના હિતમાં પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરી દે તેવી તેમણે હાકલ કરી હતી.


Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text