- text
વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ ઢુવા મહા નદીનો બ્રિજ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં હતો. આ રસ્તા પર નેશનલ હાઈવે દ્વારા ટોલટેક્સ લેવામાં આવતો હોવા છતાં નદી પરનો એક બ્રિજ બંધ હાલતમાં હોય ફક્ત એક બ્રિજ પર જ વાહન વ્યવહાર ચાલુ હતો જેથી કરી વાહનચાલકોમાં એક્સિડન્ટની શક્યતાઓ વર્તાઈ રહી હતી. નેશનલ હાઈવેનું મેન્ટેનન્સનું કામ કરતી અશોકા બિલ્ડકોપ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ બ્રિજ બાબતની નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરેલ જેથી આ બ્રિજ તોડી પાડી નવો બનાવવાની મંજૂરી મળતા તાત્કાલિક ફક્ત ૬૦ દિવસમાં જ નવો બ્રિજ બનાવી આપેલ છે કોન્ટ્રાક્ટરો અને મજૂરોએ દિવસ-રાત જોયા વગર લોકોની સુવિધામાં ઉમેરો થાય એ માટે સતત કામગીરી ચાલુ રાખેલ અને આજે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ જેથી વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો.
- text