માળીયા (મી.) નજીક 12 વર્ષ પહેલાં થયેલી 8.90 લાખની આંગડિયા લૂંટનો ફરાર આરોપી ઝડપાયો

- text


માળીયા (મી.) : મોરબીના માળિયા મીયાણા નજીક હાઇવે પર 2007ની સાલમા એટલે છે 12 વર્ષ અગાઉ રૂા.8.90 લાખના મુદ્દામાલની આંગડીયા પેઢીના ચાર થેલાની લુંટનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે 9 આરોપીઓની અટકાયત કરાયેલ હતી અને એકનું નામ ખુલ્યુ હતું. જે આરોપી છેલ્લા બાર વર્ષથી નાસતો ફરતો હોય પાટણ એસ.ઓ.જી. પોલીસે તેને પકડીને માળીયા(મીં) પોલીસ હવાલે કર્યો છે.

માળિયા(મિં) પોલીસ મથકના પી.એસ.આઇ. જે.ડી.ઝાલા અને રાયટર કનુભા ગઢવીના જણાવ્યા મુજબ તારીખ.5/3/2007ના રોજ માળીયા હાઇવે પર રાખોડીયા વાંઢ, ત્રણ દરવાજા પાસે
નારાયણ સરોવર-બાંટવા રૂટની એસટી બસમાં વિષ્ણુ કાંતિ આંગડીયા પેઢીના સોના-ચાંદીના દાગીના ભરેલ ચાર થેલાની છરી અને બંધુકના ભડાકે લૂંટ કરવામાં આવી હતી.જે તે સમયે એસટી બસના ડ્રાઇવર-કંન્ડકટર ઉપર છરીથી હુમલો કરીને હવામાં ફાયરીંગ કરાયુ હતુ અને ધાકધમકી પૂર્વક કુલ મળીને રૂા.8.90,200ના દાગીના ભરેલા ચાર થેલાની લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે લૂંટ અને હથિયાર ધારા (આર્મસ એક્ટ) મુજબ 10 વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આંગડીયા પેઢીના કર્મચારી દિલીપસિંહ નટવરસિંહ ચૈાહાણે આ 10 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ હોય જે તે સમયે 9 લોકોની લૂંટ-હથીયારના ગુન્હામાં અટકાયતો કરવામાં આવી હતી અને એક વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. જે છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો હતો.

- text

લુંટના ઉપરોક્ત બનાવમાં ઠારૂભાઇ કાળાભાઇ ભટ્ટી ડફેર (ઉ.વ.41) રહે. રાણીસર તા.સાંતલપુર જી. પાટણનું નામ ખુલ્યુ હતુ. જે ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર હતો. દરમ્યાન પાટણ એસઓજીને મળેલ બાતમી આધારે પાટણના વારાઇ નજીકથી છેલ્લા 12 વર્ષથી માળીયાના લૂંટ અને આર્મ એકટના ગુન્હામાં નાસતા ફરતા ઠારૂભાઇ કાળાભાઇ ભટ્ટીને ઝડપી લેવામાં આવ્યો હતો અને સીઆરપીસી કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરીને તેને આગળની તપાસ માટે માળીયા(મિં) પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો છે. જેની આગળની તપાસ માટે માળીયા મી. પીએસઆઇ જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

- text