મોરબીમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

- text


આર્યવ્રત શાળાના વિદ્યાર્થીઓને તમામ જાણકારી આપી મો મીઠું કરાવી યાદગાર ભેટ આપતું મોરબી તાલુકા પોલીસ મથક

મોરબી : આવનારી પેઢી પોલીસની મિત્ર બને અને કાયદાનું પાલન કરે તેવા ઉમદા આશયથી આર્યવ્રત શાળા સંકુલ મોરબીના વિદ્યાર્થીઓને મોરબી તાલુકા પોલીસ મથકની પ્રત્યક્ષ મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોએ પોલીસની કામગીરી નિહાળી હથિયાર અંગે જાણકારી મેળવી હતી તો આ મુલાકાતને યાદગાર બનાવવા મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એમ વી પટેલ અને પોલીસમથકના સ્ટાફ દ્વારા બાળકોને મો મીઠાં કરાવી યાદગાર ભેટ આપવામાં આવી હતી.

ગઈકાલે મોરબીના આર્યવ્રત શાળાના વિદ્યાર્થીઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ તકે પીએસઆઇ એમ.વી.પટેલે વિદ્યાર્થીઓ સાથે મૈત્રીસભર અને માહિતી પૂર્વકનો વાર્તાલાપ કર્યો હતો અને તેમની સાથો-સાથ , એ એસ આઈ એમ.પી.જોષી દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી તમામ માહિતી પ્રદાન કરી હતી.

પોલીસ મથકની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી, P.S.O. ઓફિસની માહિતી, લોક-અપ અને જેલની માહિતી, ઈલેક્ટ્રીક રૂમ, કોમ્પ્યુટર રૂમ, ઈન્ટ્રોગેશન, ઇન્વેસ્ટિગેશન મોબાઈલ, F.P. ક્રાઈમ રૂમ, ક્રાઈમ રાઈટર હેડની મુલાકાત, વહીવટી કામગીરી પોલીસ કોન્ફરન્સ, મિટિંગ રૂમની મુલાકાત, હથિયારોની વિગતવાર માહિતી તથા ઉપયોગ વગેરેની ખૂબ જ રસપ્રદ માહિતી પૂરી પાડવામાં હતી.

- text

અંતમાં વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરીના સંતોષપૂર્વક જવાબ તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલ દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા અને મુલાકાતના અંતે તરફથી વિદ્યાર્થીઓને મોં મીઠું કરી શિક્ષણ ઉપયોગી ભેટ આપવામાં આવેલી હતી આમ આ શૈક્ષણિક મુલાકાત યોજવા માટે અનુમતી અને માહિતી આપવા બદલ આર્યવ્રર્ત શાળાના સંચાલક દ્વારા સમગ્ર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એમ.વી.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text