મોરબીની જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં રવિવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ

- text


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેને ઉછેરવાની જવાબદારી પણ લેશે

મોરબી : મોરબીની જી. જે. શેઠ કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, આટઁસ કોલેજ તથા એન. જી. મહેતા હાઇસ્કૂલનું કેમ્પસ હરિયાળુ બને અને આગામી સમયમાં એક મોટુ ઓક્સિજન પાર્ક બને તેવી નેમ સાથે જી. જે. શેઠ કોમર્સ કોલેજના વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આગામી રવિવારે 500 જેટલા વૃક્ષો વાવી તેને દતક લઇને ઉછેરવાનો નિર્ણય લેવાયો છે.

આ અભિયાનમાં મહેતા હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી કે જેઓ મહેતા હાઇસ્કૂલ કેમ્પસમાં છેલ્લા 2 વષઁથી અથાગ મહેનત કરી વૃક્ષો ઉછેરી રહ્યા છે. એવા વૃક્ષ પ્રેમી નરેન્દ્રભાઈ અઘારાનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ અભિયાનનો પ્રારંભ આગામી તા. 4 ઓગસ્ટ 2019 ને રવિવારના રોજ સવારે 9 થી 11 વાગ્યે કરવામાં આવશે તો આ કોલેજનું અને પ્રકૃતિનું ઋણ ચુકવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમમાં કોમર્સ કોલેજના દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગૃપ્ અને કોમસઁ કોલેજના પ્રિન્સિપાલ જી. એલ. ગરમોરા તથા ટ્રસ્ટીગણ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

વધુ વિગત માટે તથા આથિઁક યોગદાન આપવા માટે પૂવઁ વિદ્યાર્થીઓ, સંજય રાજપરા (વકીલ, યુવા પ્રભારી, પતંજલી યોગ સમિતિ) મો.નં. 98253 29722, દિલીપ બરાસરા(પત્રકાર, સંદેશ) મો.નં. 98791 89882, શૈલેન મહેતા (મનુભાઇ ડ્રેસ વાળા) મો.નં. 94299 79099, ભાવેશ દોશી (પ્રમુખ, ઇન્ડિયન લાયન્સ કલબ) મો.નં. 94269 42449, જી. એલ. ગરમોરા( પ્રિન્સિપાલ, કોમસઁ કોલેજ) મો.નં. 98792 85747 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text