મોરબી : ફૂડ લાઇસન્સ માટે કેટરિંગ એસોસિએશનની મીટીંગ યોજાઈ

- text


મોરબી : મોરબીમાં ફૂડ લાઇસન્સ કઢાવવા બાબતે ફૂડ લાઇસન્સ અધિકારીની અધ્યક્ષતામાં કેટરિંગ એસોસિએશનની મિટિંગ ગત 31ને બુધવારે બપોરે 3:00 કલાકે હરભોલે હોલ, સરદારબાગ સામે, સત્યમ પાન વાળી શેરી, મોરબી ખાતે યોજાઈ હતી. મોરબી કેટરિંગ અસોસિએશનની મિટિંગનું આયોજન ગત બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ મિટિંગ ફૂડ લાઇસન્સ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ મિટિંગમાં 35 થી 40 સભ્યોએ ફૂડ લાઇસન્સ મેળવવા માટે રસ દાખવ્યો હતો. આ મિટિંગમાં સરકાર તરફથી ડેઝીગ્નેટેડ ઓફિસર હર્ષાબેન પટેલ, ફૂડ સેફટી ઓફિસર નાંઢા, સી.કે. નિમાવત હાજર રહ્યા હતા અને દરેકના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

- text

આ મિટિંગને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ લખતરિયા, સેક્રેટરી રાજેશભાઈ આડેસરા, ટ્રેઝર જયેશભાઇ મકવાણા, કમલેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રાજેશભાઈ કંજારીયા, ધીરુભાઈ પરમાર, હિનેશભાઈ પટેલ તથા સંજય કેટરર્સ વાળા સંજયભાઈ શેઠે ખુબ જહેમત ઉઠાવી હતી. આ મિટિંગમાં મોરબીમાં કેટરિંગ કામ કરતા દરેક લોકોને મોરબી કેટરિંગ એસોસિએશનમાં નામ નોંધાવવા માટે સંજયભાઈ શેઠ દ્વારા અનુરોધ કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text