વાંકાનેરના તબીબ પર હુમલા મામલે મોરબી આઇ.એમ.એ.નો બાઈક રેલી કાઢી વિરોધ

- text


તબીબોએ કલેકટરને આવેદન આપી તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : વાંકાનેરની સરકારી હોસ્પિટલના તબીબ પર સ્થાનિક ભાજપ અગ્રણીએ કરેલા હુમલાના વિરોધમાં મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને નેજા હેઠળ તબીબોએ બાઇક રેલી કાઢી હતી અને તબીબોએ રેલી સ્વરૂપે મુખ્યમાર્ગો પર ફરી સામાકાંઠે કલેકટર કચેરીએ પહોંચીને કલેકટરને આવેદન આપી તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપ ગોસાઈ પર થોડા દિવસો પહેલા સામાન્ય બાબતે સ્થાનિક ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણીએ હીંચકારો હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો વાંકાનેરના તબીબ પર થયેલા હુમલાના બનાવના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આજે આ બનાવના વિરોધમાં મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ બાઇક રેલી કાઢવાનું આયોજન કર્યું હતું.જેમાં મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિધાલય પાસે આવેલ મોરબી આઇ.એમ.એ. હોલ ખાતેથી તબીબોએ બાઇક રેલી કાઢી હતી.જેમાં જીતુભાઇ સોમાણી હાય હાય, હોસ્પિટલમાં તોડફોડ નહિ ચલાવી લેવાયના નારા સાથે મોટી સંખ્યામાં ડોક્ટરો બાઇક રેલીમાં જોડાઈને આ બનાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો.તબીબોએ બાઇક રેલી સ્વરૂપે શહેરના મુખ્યમાર્ગો પર ફરી સામાકાંઠે આવેલ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર આપીને વાંકાનેરના તબીબ પર થયેલા હુમલાના બનાવની તટસ્થ તપાસ કરીને દોષિત સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text