ધારાસભ્યોના પગાર વધારાનું બિલ પાસ થાય તો ખેડુતોના દેવા માફી કેમ નહિ : કિસાન ક્રાંતિ ટ્રસ્ટ

- text


ખેડૂતોની વિવિધ માંગોને લઈ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને અપાયુ આવેદનપત્ર

હળવદ : આજરોજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને ખેડૂતોના વિવિધ પ્રશ્નો ને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સહિતનાઓ હાજર રહ્યા હતા અને આવેદનપત્રમાં ધારાસભ્યોના પગાર વધારાનું બિલ પાસ થતું હોય તો દેશના આધારસ્તભ કિશાનનો દેવા માફી કેમ નહિ તેમ જણાવીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતો ના દેવા માફ કરવામાં આવે તેમજ સમયસર પાક વીમો આપવામાં આવે સિંચાઈ માટે પાણી સહિતની માંગ સાથે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, જો કરોડપતિ ધારાસભ્યનો પગાર વધી શકતો હોય અને દેવાદાર ખેડૂતોને દેવામાફી ના બીલ નામંજૂર થતા હોય તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ સાથે જ આગામી સમયમાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતોની સ્થાનિક ચૂંટણીમાં ખેડૂત પરિવાર દ્વારા નોટામાં મત આપી વિરોધ કરવામાં આવશે અથવા તો આવનાર સમયમાં ખેડૂતો જ પોતાની પેનલ બનાવી ખેડૂત દેવામાંથી બિલ મંજૂર કરાવવા મજબૂત બનશે

સાથે એમ પણ જણાવ્યું હતું કે શહેરના સ્વામિનારાયણ નગર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં પાણીનો પ્રવાહ વધારવામાં આવે જેથી રાયસંગપુર,મયુરનગર, ધનાળા, પ્રતાપગઢ, સુરવદર ,દેવળીયા સહિતના ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી લઈ શકે અંતમાં જણાવેલ કે ઉપરોક્ત ખેડૂતોની માંગો પુરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને સાથે રાખી તાલુકા અને જિલ્લા મથકે આવેદનપત્ર આપી ખેડૂતો નો અવાજ મજબૂત કરાશે

- text

આ તકે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રીકાબેન પટેલ,મોરબી જિલ્લા પ્રમુખ કાનજીભાઈ ચાવડા, તાલુકા પ્રમુખ જશવંતભાઈ ગોહિલ,તાલુકા ઉપપ્રમુખ નરોત્તમભાઈ,તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પૂર્વીબેન ચાવડા,તાલુકા પ્રભારી ઇન્દુબેન દવે,ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ લાલાભાઇ ગોપાણી સહિતના હાજર રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text