મોરબીના કાલિકા પ્લોટમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા કાદવ કીચડનું સામ્રાજ્ય

- text


લોકોને પરિવહનમા તકલીફ, ગંદકીના કારણે સ્થાનિકોના આરોગ્ય પર તોળાતું જોખમ

મોરબી : મોરબીના કાલિકા પ્લોટની શેરી નંબર 4 અને 5મા વરસાદી પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા શબ્બીરભાઈ જીંદાણીએ જણાવ્યું કે અહીંની શેરી નંબર 4 અને 5નો મેઈન રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. અહીં રોડ ન હોવાના કારણે કાદવ કિચડની ગંદકી ફેલાઈ રહી છે. લોકોને પરિવહનમા ખૂબ તકલીફ પડી રહી છે. વધુમાં આ ગંદકીના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. આ ગંદકીને 4 દિવસ જેટલો સમય થઇ ગયો છે. આ અંગે રજુઆત કરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ મામલે પાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text