હળવદ : અગાઉ પકડાયેલો રૂ.82095 હજારનો અનાજનો જથ્થો માથકના મધ્યાહન ભોજન કેન્દ્રનો હોવાનું ખુલ્યું

- text


ગત તા.19 જુલાઈના રોજ સિરોઇ ગામેથી રીક્ષામાંથી પકડાયેલો અનાજનો જથ્થો માથક મધ્યાહન કેન્દ્રનો હોવાનું ખુલતા નાયબ મામલતદારે સંચાલક સામે ફરિયાદ નોંધાવી

હળવદ : હળવદના સિરોઇ ગામે પોલીસે ગત તા.19 જુલાઈના રોજ પોલીસે રીક્ષામાંથી રૂ.82095 હજારનો મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો ઝડપી લીધો હતો. આ અનાજનો જથ્થો માથકના મધ્યાહન ભોજન સેન્ટરનો હોવાનું ખુલતા નાયબ મામલતદારે એ મધ્યાહન ભોજનના સંચાલક સામે અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવા માટે મોકલ્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોધાવી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે ગત તા.18 જુલાઈના રોજ હળવદ તાલુકાના ચરાડવા રોડ પર આવેલ સિરોઇ ગામ નજીક રૂ.82095 હજારનો અનાજનો જથ્થો ભરેલી રિક્ષાને ઝડપી લીધી હતી. જેમાં રીક્ષામાંથી મળેલા 830 કિલો ઘઉં, 1040 કિલો ચોખા, 354 કિલો તુવેર દાળ, 84 કિલો તેલ, 30 કિલો ચણા મળીને કુલ રૂ.82095 હજારની કિંમતનો અનાજનો જથ્થો મધ્યાહન ભોજનનો હોવાનું ખુલ્યું હતું અને આ દિશામાં તપાસ કરતા આ અનાજનો જથ્થો હળવદ તાલુકાના માથક ગામના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 62નો હોવાનું બહાર આવ્યું હતું. આથી હળવદ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ભાવેશ સોલંકીએ માથક ગામના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 62ના સંચાલક દેવીસિંહ નવુભા રાણા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સરકારે બાળકોના ભોજન માટે મોકલેલો રૂ.82095 હજારની કિંમતના અનાજનો જથ્થો બાળકોના માટે ઉપયોગમાં લેવાને બદલે આરોપીએ રીક્ષામાં મોકલીને બારોબાર વેચી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે આ અંગે મધ્યાહન ભોજનના સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text