મોરબી : આરટીઇ હેઠળ ત્રીજા તબક્કાની શાળા પ્રવેશ પ્રક્રિયા શરૂ

- text


મોરબી તાલુકામાં 172, વાંકાનેર 18, હળવદ 24, ટંકારા 68 સહિત કુલ 282 વિદ્યાર્થીઓ માટે જગ્યાઓ ઉપલબ્ધ

મોરબી : પ્રથમ બે તબક્કા માટે આરટીઆઈ હેઠળ વર્ષ 2019 માટે પહેલા ધોરણથી સરકારી સિવાયની ખાનગી શાળાઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા અને ત્રીજા તબક્કાની શાળા પ્રવેશ પ્રક્રિયા તારીખ 8 જુલાઈથી શરૂ થઈ છે. જે 10 જુલાઈ સુધી ચાલશે.

 

મોરબી જિલ્લામાં પ્રથમ બે તબક્કામાં આરટીઆઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપન્ન થતા છેલ્લા અને અંતિબ તબક્કા માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. 8 જુલાઈથી 10 જુલાઈ સુધી ત્રણ દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં બાળકના અરજી નંબર અને જન્મ તારીખ પરથી વેબ પોર્ટલ પર પોતાની અરજી ઓપન કરીને વાલી પોતાના બાળક માટે શાળા પસંદ કરી શકશે. આ ત્રીજા રાઉન્ડનું પરિણામ 11 જુલાઈના રોજ જાહેર થશે. મોરબી જિલ્લામાં 2019ના વર્ષ માટે કુલ 2357 જગ્યાઓમાં આરટીઆઇ હેઠળ બાળકોને શાળા પ્રવેશ મળવા પાત્ર હતો. એ પૈકી મોરબી તાલુકામાં 1521 જગ્યાઓ પૈકી 1349 બાળકોને પ્રવેશ અપાઈ ચુક્યો છે. જ્યારે વાંકાનેરમાં 413 પૈકી 395ને, હળવડમાં 222 પૈકી 198ને, ટંકારામાં 191 પૈકી 123ને જ્યારે માળીયા મી.માં 10 પૈકી 10 બાળકોને પ્રવેશ અપાઈ ચુક્યો છે. આમ હવે કુલ 2357 જગ્યાઓમાંથી 2075 જગ્યાઓ પર બાળકોને શાળા પ્રવેશ અપાઈ ગયો છે. જ્યારે હવે મોરબી તાલુકામાં 172, વાંકાનેર 18, હળવદ 24, ટંકારામાં 68 બાળકોના પ્રવેશની પ્રક્રિયા બાકી છે. માળીયા મી.માં 10 જગ્યાઓ પ્રવેશ મળવાપાત્ર હતી જે પુરી થઈ ચૂકી હોવાથી ત્રીજા રાઉન્ડમાં માળીયા.(મી)ની પ્રવેશ પ્રક્રિયા સામેલ નથી કરાઈ.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text