મોરબીના શિક્ષકોને પડતર પ્રશ્ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજુઆત

- text


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની મહેસાણા ખાતે યોજાયેલી રાજ્ય કારોબારી બેઠકમાં મોરબીના સંગઠને રજુઆત કરી

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત પ્રાંત (રાજ્ય )ની કારોબારી બેઠક મહેસાણામાં સંસ્કાર વિદ્યાલય ખાતે તાજેતરમાં યોજાઈ હતી. આ રાજ્ય કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા માંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્ય કારોબારી બેઠકમાં શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી દ્વારા અસરકારક રીતે રજુઆત કરવામાં આવી હતી.

- text

આ બેઠકમાં શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે cpf ને બદલે gpf માં સમાવેશ કરવો, જો કોઈ કારણસર gpf માં સમાવેશ ન થાય તો cpf બાબતે રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ પરિપત્ર કરવામાં આવે. સમર્થ ઓનલાઈન તાલીમ બાબતે શિક્ષકોને પ્રાપ્ત રજા આપવી, એક ક્લસ્ટર દીઠ ઓનલાઈન કામગીરી માટે સરકાર દ્વારા એક કર્મચારીની નિમણૂક થાય, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ સળંગ નોકરી બાબતે રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસૂત્રતા જળવાય, પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ખાતાકીય પરીક્ષા આપી શકે તે બાબતે કોઈ નિશ્ચિત નિર્ણય થાય, પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ પણ ગુણોત્સવ અને પ્રવેશોત્સવ ની જેમ નિયમિય થાય. આ બધી બાબતો ની રજુઆત બાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ- ગુજરાત રાજ્ય દ્વારા યોગ્ય રજુઆત કરી તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી આપવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text