હળવદ : અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર આરોપીને એક વર્ષની કેદ

- text


વર્ષ 2015માં બનેલા ગોઝારા અકસ્માતના કેસમાં હળવદ કોર્ટે આપ્યો ચુકાદો

હળવદ : હળવદના સુસવાવ ગામ નજીક વર્ષ 2015માં બનેલા ગોઝારા અકસ્માતના કેસમાં હળવદ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.જેમાં ટ્રક ટ્રેઇલર પાછળ કાર અથડાવીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર આરોપી કાર ચાલકને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

- text

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2017માં હળવદ તાલુકાના સુસ્વાવ ગામ પાસે કચ્છના ગાંધીધામના પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં કચ્છના ગાંધીધામના પરિવારની ટાવેરા કાર રોડની સાઈડમાં પાર્ક થયેલા ટ્રક ટ્રેઇલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા ગાંધીધામના પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે કારમાં બેઠેલા અન્યોને ઇજા પહોંચી હતી. જે તે સમયે રાહુલ શર્માએ ટાવેરા કારના ચાલક ભરતભાઇ વાઘાભાઈ લિબાચિયા રહે કચ્છ ગાંધીધામ વાળા સામે કાર પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવીને અકસ્માત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આજે આ અકસ્માતનો કેસ પી.ડી.જેઠવા સાહેબ એડી.ચીફ.જ્યૂડી.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.મારવણીયાની ધારદાર દલીલો તથા ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા 11 મૌખિક અને 7 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને હળવદ કોર્ટે આરોપી ભરતભાઈને અકસ્માતના કેસમાં દોષિત ઠેરવીને તેને એક વર્ષની કેદની સજા અને 2000 નો દંડ ફટકાર્યો હતો

- text