વાંકાનેર : મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે કોર્ટ સંકુલમાં કેમ્પ યોજાયો

- text


બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો

વાંકાનેર : વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય પંથકના લોકોને ગુજરાત સરકારની મા અમૃતમ યોજનાનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ શકે તે માટે વાંકાનેરની સિવિલ કોર્ટ ખાતે એક કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં લોકો આ યોજનાનો લાભ સરળતાથી લઈ શકે અને કાર્ડ કઢાવવામાં કોઈ હાલાકી ન પડે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ કેમ્પમાં ફુલ ૧૫૬ પરિવારો કાર્ડ કાઢવા માટે અરજી લઈને આવ્યા હતા, જેમાંથી ૪૫ પરિવારોને કાર્ડ કાઢવા માટેની પ્રોસેસ હાથ ધરાઇ હતી અને બાકી રહેલ પરિવારોની મળેલ અરજી મુજબ સોમવારથી શુક્રવાર સુધીમાં વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મા અમૃતમ કાર્ડ વિભાગમાં કાર્ડ કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે. વાંકાનેર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા યોજાયેલ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આ સુંદર આયોજનમાં તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી હરદેવસિંહ ગોહિલ અને પી.એલ. વી. હરદેવસિંહ ઝાલા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text