મોરબી : પ્રજાપતિ સમાજના છાત્રોનું વૃક્ષના રોપા અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરાયું

- text


વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો : વિધાર્થીઓએ સામાજિક જાગૃતિ લક્ષી વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાસેના ભવાની પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી છાત્રોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના 80 જેટલા તેજસ્વી છાત્રોનું વૃક્ષોના રોપા અને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે વિધાર્થીઓએ સામાજિક જાગૃતિ અંગેના વીવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

- text

આ કાર્યક્રમમાં વર્ષે 2011થી 2019 સુધીના વરિયા પ્રજાપતિ સમાજના ધો.10ના પ્રથમ નંબર મેળવનાર તેજસ્વી છાત્રો મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને દીપ પ્રાગટય કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી અને આ વખતે ધો.10માં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિધાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સામાજિક જાગૃતિ માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.જેમાં વિધાર્થીઓ મોબાઈલના વળગણ અંગે જાગૃતિ લાવતું નાટક રજૂ કર્યું હતું. ઉપરાંત સુરતની આગની ગોઝારી ઘટના અંગે નાટક રજૂ કરીને દરેક શૈક્ષણિક સંકુલમાં ફાયર સેફટીના સાધનો અતિ આવશ્યક હોવાનો મેસેજ આપ્યો હતો અને ગોરા કુંભારનું નાટક પણ બખૂબીથી ભજવાયું હતું. જ્યારે સમાજના વિધાર્થીઓને અભ્યાસ માટે આર્થિક રીતે મદદરૂપ કરવાની સુદામા સહાય યોજના 8 જેટલા વિધાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જોકે કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી. તેમજ વિધાર્થીઓએ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમજ ભારત દેશના શહીદો અને સુરતના ગોઝારી ઘટનાના દિવંગત બાળકોના આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરાઈ હતી.આ યકે ગુજરાત માટી કલાકારી બોર્ડના સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા માટીકામની જુદીજુદી યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ મોરબીમાં યોજાનાર આદર્શ માતા કસોટી અંગે ડો. સતીષ પટેલની ટીમે જાણકારી આપી હતી. આ પ્રસંગે મોરબી,થાન,વાંકાનેરના શિક્ષણ સમિતિના આગેવાનો તથા પ્રજાપતિ સમાજના વિવિધ ક્ષેત્રેના આગેવાનો હાજર રહ્યા હતા.વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text