મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા આગામી બજેટમાં જોગવાઈ કરવાની રજુઆત

- text


મોરબી : ગુજરાત ધારાસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી બજેટ સત્રમાં મોરબીની માથાના દુખાવા રૂપ વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે એ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજુઆત કરવામાં આવી છે.

આવનારા બજેટ સત્રમાં મોરબી માટે માથાના દુખાવા રૂપ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બજેટ ફાળવવામાં આવે એ અંગે મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સહિતનાઓને રજુઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના જિલ્લા મંત્રી હસમુખ ગઢવીએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે ટ્રાફિકની સમસ્યાનું લાંબાગાળાનું નિરાકરણ લાવવા માટે મોરબી- હળવદ રોડ, મોરબી-નવલખી રોડ ફોરલેન કરવા, ભક્તિનગર સર્કલ બાયપાસ મોરબી ફ્લાયઓવર બ્રિજ બનાવવા, મોરબી બાયપાસ પાર્ટ 1-2-3-4 મંજુર કરવા તેમજ મોરબી-જેતપર રોડ ફોરલેન કરવા આ બજેટમાં જોગવાઈ કરવામાં આવે. આ કામો જે તે સ્થળ પર થતા કાયમી અકસ્માતો રોકવા તેમજ ટ્રાફિકની વકરતી સમસ્યાના લાંબાગાળાના નિવારણ હેતુ જરૂરી હોવાનું જણાવીને આગામી બજેટમાં આ કામો માટે નાણાંની જોગવાઈ કરવા રજૂઆતના અંતે જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text