મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટે મહારાષ્ટ્રના શહીદ પરિવારની મુલાકાત લીધી

- text


શહીદ પરિવારને આર્થિક સહાય આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મોરબી : મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટના સભ્યો પુલવામા શહીદ પરિવારોને સાંત્વના સાથે આર્થિક સહાય આપવા માટે હાલ દેશના જુદા જુદા રાજ્યોના પ્રવાસે નીકળ્યા છે. જેમાં આજે માતૃભૂમિ વંદના ટ્રસ્ટે મહારાષ્ટ્ર પહોંચીને શહીદ પરિવારની મુલાકાત લીધી હતી અને જરૂરી આર્થિક સહાય કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

મધ્ય પ્રદેશથી 800 કિલોમીટર અંતર કાપી માતૃભૂમિ વંદના ટ્રસ્ટના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકની ટીમ મહારાષ્ટ્રના મલકાપુરના વતની પુલવામામાં થયેલ અમર જવાન સંજયસિહ રાજપુત ના ધેર પહોચ્યા હતા. તેમના માતૃશ્રી, ધર્મપત્ની તથા બે દિકરા ઉમર માત્ર ૮ અને ૬ વર્ષ છે. સંજયસિહ નાનપણથી જ રાષ્ટ્રભકત હતા અને આર્મીમાં જવાની ઈચ્છા હતી. તઓની રજા પુરી થતા ગત તા.11ના રોજ ધરેથી જમ્મુ કાશ્મીર જવા નીકળ્યા હતા અને ૧૪ તારીખે પરમ વંદનીય ભારત માતાની આન બાન અને શાન માટે પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમના પરીવારને આથિઁક યોગદાન અને શ્રધ્ધા સુમન અર્પણ કરી જાલના(મુળ વતન ચોરપાંગરા)ના અમર જવાન રાઠોડ નિતિન શિવાજી પરીવાર ત્યાં જવા રવાના થયા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text