મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કોલેજમાં જાગૃતિ સેમિનાર યોજાયો

- text


નવયુગ કોલેજના છાત્રોને સ્વચ્છતા અને આરોગ્ય અંગેના મોરબીના તબીબોએ પાઠ ભણાવ્યા

મોરબી : આરોગ્યની જાળવણી માટે સ્વચ્છતા અને શારીરિક ચોખ્ખાઈ અતિ આવશ્યક છે. વતાવરણગત સ્વચ્છતાની સાથોસાથ શારીરિક સ્વચ્છતા પણ સ્વસ્થ આરોગ્ય માટે ખાસ જરૂરી મનાય છે. ત્યારે મોરબીમાં સ્વચ્છતા અભિયાન ચલાવતી મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કોલેજો અને શાળામાં જાગૃતિ સેમિનાર પણ યોજવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત મોરબીના નવયુગ સંકુલ આ અંગેના એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવયુગ કોલેજની છાત્રાઓ માટે આયોજિત આ સેમીનારમાં મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા સ્વચ્છતા જાગૃતિ વિષયને લગતા નિષ્ણાતો દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માટે ખાસ પ્રોજેક્ટરની મદદ વડે ઓડીઓ વિડિઓ પ્રેઝન્ટેશન દ્વારા છાત્રાઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા આવે, આરોગ્ય અને હાઇજેનિક ખોરાક વચ્ચે સંબંધ સહિતના વિષયો અંગે નિષ્ણાતો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં કોલેજની તમામ છાત્રાઓએ ભાગ લીધો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text